ગઈ કાલના લોકદિન ન્યુઝ પેપરમાં મારી કવિતા ને સ્થાન
જય હિન્દ, જય ભારત
દિલમાં તમારા
ના રહી જવાનને કોઈ કામમાં રુચી
જાગ્યો દેશપ્રેમ ને બીજી વાત ખૂચી
જવાનો માટે રાખો ચાહ દિલમાં તમારા
ઘા ઝીલ્યા દુશ્મનના, એ કરતા જાસૂસી
માગી ના મળતી કોઈની એને ચાહ
અવરોધ ના બનીએ સૌ એની રાહ
ઘટે અનુરાગ ના કદી દિલમાં તમારા
કહેજો સદ્ વચન, ના નિકળે આહ
હોય વેણ કડવા કોઈના જો ખટપટા
શબ્દો ના બાણ લાગતા એવા ચટપટા
દાઝ ના પાડજો કોમળ દિલમાં તમારા
''તેજુ'' મંજીલ નહીં, રાહ છોડજે અટપટા
તેજલ વઘાસીયા "તેજુ" (ઉમરાળી, જૂનાગઢ)
29/11/2019
Thursday 5:40