*મળવુ હો તો આનાકાની નહિ કરવાની,*
*આમ મહોબત છાનામાની નહિ કરવાની,*
*આગનું કારણ ચિનગારીને પૂછી આવો,*
*ખાલીખોટી વાત હવાની નહિ કરવાની,*
*તારી સુગંધ ખુદ આપી દેશે ઓળખ એની,*
*કોઈ રૂમાલે કોઈ નિશાની નહિ કરવાની,*
*ગઝલ બઝલ તો ભલે લખો પણ મારી માફક,*
*આખી આ બરબાદ જવાની નહિ કરવાની,*
*જરૂર પડે તો ખલિલ આ માથું દહી દેવાનું,*
*મિત્રતામાં પાસી પાની નહિ કરવાની..*