પ્રિયંકા રેડીને મારી ભાવભીની શ્રદ્ધાંજલિ
ન્યાયની માંગણી કરતી કવિતા અને ,,,
નારી સુરક્ષિત ક્યારે થશે એ સવાલ સાથે
એક નારીનો બળાપો
એ હરામખોરોના બંનેહાથ કાપો
આંખો કાઢી એના હાથમાં આપો
કટકા કરી દેહના રઝળતા પશુઓને નાખો
કાળજા કાઢી એના પર બળાત્કારી છાપો
કેટલી દીકરીઓ બની છે નરાધમીઓનો શિકાર
નથી ભરતા પગલા થાય એનો થોડો બહિષ્કાર ???
દયાના નામે દાનવો પોષાય આજ હિન્દુસ્તાનમાં
કેમ થવાનો ઉદ્ધાર આ દેશનો? જ્યાં ના દેખાય વિકાર
નથી સુરક્ષિત દિકરી અહીં ક્યાંય પણ આજે
છોડી સંસ્કૃતિ ભારતની કુકર્મે નવ કોઈ નર લાજે
જન્મ ન દેજે દિકરીનો ઈશ પ્રાર્થના મારા હદયની
અધુરો થશે નારી વગરનો એ એના સારા કર્મ કાજે
સઘળી નારી કાઢે છે બળાપો આજે એના હદયનો
નથી દેખાતું કેમ કોઈને માંગે છે માત્ર હક જીવવાનો
ક્યારેય થશે ખતમ કે હજી આવું જ ચાલતું રહેવાનું
ધરતી ઉઠે ખળભળીને મારગ દે જો એમાં સમાવાનો
તેજલ વઘાસીયા
૩૦/૧૧/૨૦૧૯
શનિવાર