આજના લોકદિન ન્યુઝ પેપરમાં મારી કવિતા ને સ્થાન
૨૮/૧૧/૨૦૧૯ ગુરુવાર
મિત્રોની ખૂબ જ આભારી " તેજલ "
??????
પ્રેમમાં અાકર્ષણનો થયો ત્યારે અહેસાસ
જીવન બદલાયુંને તૂટ્યું દિલનું આવાસ
નાસમજ આત્મા પામ્યો અંતર કારાવાસ
જીવન થયું નિરસને તૂટયો અતૂટ વિશ્વાસ
ફરક પડ્યો જીંદગીમાં ત્રુટક લેવાય શ્વાસ
આડે આવી આણ છૂટી જીવવાની આશ
અંધારે આગળ વધ્યાને અંતર-મનનો કંકાસ
પ્રેમ માંગે બલિદાન ને જાગ્યો એક વિશ્વાસ
ધરા પર દિધા માનવદેહ કૈંક હશે એને આશ
રાખી અચલ નિષ્ઠા કર્મમાં ભર્યા શ્રદ્ધા-શ્વાસ
પ્રેમ પામવા પ્રભુનો કરવો બદલા-ફળનો ત્યાગ
સદા મળે આત્માનંદ તેજલ તુટે ના આ વિશ્વાસ
તેજલ વઘાસીયા " તેજુ " (ઉમરાળી /જૂનાગઢ )