મારા દેશની જનતાને હું કરું વિનંતી એક
મારા દેશની જનતાને હું કરું વિનંતી એક
અર્પણ કરીએ આ તનને રહીએ બની નેક
કેટલા ગયા કેટલા જશે અંતે જવાના અનેક
મારૂં તારૂં કંઈ ન કરીએ રહીએ બનીને નેક
વિસ્તર્યો છે રાષ્ટ્રવાદ ભારતમાં બનીને ઝેર
વિવાદ સતાના દેશમાં થાય આજ ઠેર ઠેર
છોડીને સઘળું કરીએ સંવાદ મળીએ ઘેર
સંસ્કૃતિ ભારતની છે સંતોની અપાર મે'ર
ઉંચ-નીંચ નથી કંઈ માનીએ સહુ એમ
નાત જાત ભેદ છૂટ્યો નહીં છતા કેમ??
સૈનિક શિક્ષક બાળને કરીએ અપાર પ્રેમ
તેજુ જણાવે દિલમાં દાખવીએ દેશપ્રેમ
તેજલ વઘાસીયા "તેજુ" (ઉમરાળી ,જૂનાગઢ )
"ગાંધીનગર મેટ્રો " દૈનિક ગુરુવારે પ્રસારિત થતી તોરણ પુર્તિમાં મારી કવિતા,,,,