Gujarati Quote in Poem by VIKAT SHETH

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તરસ લાગી હતી પાણીની..ખોબો ભરીને ઉભો રહયો,
ખોબો તો મેઘલા એ ય મારો ભરી દીધો,
છીપાઈ ગઈ મારી તરસ ખોબાભર પાણીમાં......

કેટલાકને જોઈતું હતું જળાશય,
કેટલાકને જોઈતું હતું બિસલેરી,
છીપાઈ ગઈ મારી તરસ ખોબાભર પાણીમાં......

જળાશય શોધ્યું ત્યારે પાણી નહોતું,
બિસલેરી મળ્યું ત્યારે પૈસા નહોતા,
છીપાઈ ગઈ મારી તરસ ખોબાભર પાણીમાં......

ભેગા કર્યા જીંદગીભર પ્યાસ બુઝાવવા પૈસા,
પૈસા હતા ત્યારે ખબર પડી જીવીત જ નહોતા,
છીપાઈ ગઈ મારી તરસ ખોબાભર પાણીમાં......

Gujarati Poem by VIKAT SHETH : 111296434
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now