?
*દાદા કહે દાળ ભાત,*
*ને દાદી કહે ખિચડી કઢી,*
*બાળકોને ભાવે ફાસ્ટ ફૂડ,*
*રોજ રોજ રાંધવાની રામાયણ..*
*પતિ કહે છોલે પુરી,*
*દીકરો કહે પાણી પુરી*,
*એમાં પિસાય બિચારી નારી,*
*રોજ રોજ રાંધવાની રામાયણ.*
*એક કહે ઢોકળા,*
*ને બીજું કહે ભજિયા,*
*એમાં થાય રોજ કજિયા,*
*રોજ રોજ રાંધવાની રામાયણ.*
*એકને ભાવે ચાઈનીઝ,*
*બીજાને પંજાબી,*
*ત્રીજાને ફાવે ગુજરાતી,*
*રોજ રોજ રાંધવાની રામાયણ.*
*ઘરડાં કહે ચાલશ*ે,
*ને પતિ કહે ફાવશે,*
*પણ બાળકોનો રોજ કકળાટ*,
*રોજ રોજ રાંધવાની રામાયણ.*
*ધન્ય છે એ નારીને,*
*જે ત્રણ પેઢી સાચવે,*
*જીંદગીને ખુશીઓથી છલકાવે*
*રોજ રોજ રાંધવાની રામાયણ.*
*ગ્રુપ ની સૌ સન્નારીઓ ને અર્પણ*
???????? Good Morning