Gujarati Quote in Blog by Matangi Mankad Oza

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#જો_હું_સવારે_નહીં_ઉઠું_તો ?

જો સવારે મારી આંખ નહીં ખુલે અને હું નહીં ઉઠું તો દરવાજે જે સવારે છાપુ અને દૂધની થેલી ભરાવેલી હોય છે તે તમે ભૂલતા નહીં લેવાનું. હું નહીં ઉઠું પણ દીકરાને તો વહેલી સવારે સ્કૂલે જવાનું હશે તેને ઉઠાડીને નાહવા મોકલવાનું ભૂલતાં નહીં. તે નાહીને આવે ત્યાં સુધીમાં તેનું ટિફિન દૂધ અને નાસ્તો તૈયાર કરવો પડશે. દૂધમાં ખાંડ નહીં સાકર નાખી ને આપજો. ખાંડ થી કફ થઈ જાય છે .

ટિફિન કબાટમાં ચોથા રેકમાં જે સ્ટીલના છે તેમાં જ આપજો . લીસ્ટ ફ્રિઝ પર છે તે મુજબનું ટિફિન તૈયાર કરવાનું રહેશે. છાપું વાંચીને તમે બેડરૂમ માં જ રાખી દયો છો. જે મૂકવા માટે ગેસ્ટ રૂમમાં એક ખાનું જ રાખેલ છે ત્યાં ભૂલ્યા વગર મૂકી દેજો પાછું બેડ પર કંઈ હોય તે તમને જ તો ખટકશે. તમને ચા એકલી પીવી નથી ગમતી એટલે દીકરા ના દૂધ સાથે જ ચા બનાવી પી લેજો.

કપડા ધોવા નાખતાં નથી કેટલી વખત કહ્યું છે કે વોશિંગ ટબ માં નાખી દેવા હવે તો કોણ યાદ દેશે એટલે મશીન માં કપડાં નાખી દેજો પણ જોજો સફેદ અને લાઇટ કપડાં અલગ રાખજો યાદ છે ને સફેદ શર્ટ તમને કેટલો પ્રિય છે. નાહીને ટોવેલ તડકે સૂકવી દેજો બાકી આવશો ત્યાં સુધી બેડ પર જ રહેશે. હું નહીં ઉઠું તો તમને આવજો કહેવા પણ નહીં આવું એટલે પાછું વળી વળી જોશો નહીં. નોકરી અને ઘર હું સંભાળતી પણ તમારા માટે એ અઘરું થશે એટલે ડાયરી માં ઘર જેવું જે જમવાનું બનાવે છે તે ટિફિન સર્વિસ ના નામ અને નંબર લખેલ છે હવે થી રોજ બે ટિફિન માટે કહી જ દેજો અને ખાસ કહેજો એક નહીં બે શાક મૂકે. તમે ભૂખ્યા રહેશો એ મને નહીં ગમે.

પહેલી તારીખે બેંકમાં થી રૂપિયા ઉપાડી ને બધા નો હિસાબ કરવો પડશે. હું જાગેલી હતી તો તમે ઘરની જવાબદારી માં ઊંઘી ગયાં હતાં તે નીંદર હવે ઉડાડવી પડશે. ડાયરીમાં દરેક મહિના નો હિસાબ હોય છે જેનાં પર થી તમને ખ્યાલ આવી જ જશે. એક મહિનો લાઈટ બીલ એક મહિનો ગેસ બિલ આવે છે જે મોબાઈલ થી ઓનલાઇન ભરું છું તે આખર તારીખ ની રાહ ન જોતાં ભરી દેજો. દંડ લાગે એ મને નથી ગમતું.

મારી દરેક વસ્તુઓ સાચવી રાખવાની જરૂર નથી એ જેમને જરૂરિયાત લાગે એમને આપી દેજો સંઘર્યો સાપ કામ લાગે એવું વિચારી મેં તો કેટલું કામનું નકામું ભેગુ કર્યું છે. તો તમે જાણજો કે મને કામ ન લાગ્યું તમને શું લાગશે? .(#MMO )

હું નથી એવું સમજી મન મરજી કરવા ની શરૂ ન કરતાં મારી નજર હમેંશા તમારા પર જ રહેશે તે ભૂલતા નહીં. હું સામાજિક રીતે બહુ બધા ને સાથે રહી છું. પ્રસંગો પાત વાર તહેવારે એમને સાથે રાખવાનું યાદ રાખજો.

છેલ્લું સૂતી વખતે બધાં દરવાજા બારી બંધ કરી ગુડનાઇટ મશીન લગાડીને લાઈટ બંધ કરી સુજો હું લાઈટ બંધ નહીં કરું.

મને પ્રોમિસ આપો કે જો ક્યારેય સવારે હું નહીં જાગું તો તમે જાગી જાશો....{#માતંગી }

Gujarati Blog by Matangi Mankad Oza : 111296119
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now