*શું વેંચીને તને ખરીદુ,*
*"એ જિંદગી"*
*મારુ તો બધુજ ગીરવી પડ્યું છે.*
*જવાબદારીના બજારમાં...*
*હું રોજ રાત્રે વીતેલા દિવસ ને અગ્નિદાહ આપું છું.....!*
*અને રોજ સવારે સમયની આંગળી પકડી જિંદગી ચલાવતો રહું છું..*
*ગુમાવ્યા નો હિસાબ*
*કોણ રાખે ?*
*અહિં તો કોણ મળ્યા,*
*એનો આનંદ છે..!*
*આજે પડછાયા ને પૂછ્યું,*
*કેમ આવે છે મારી સાથે,*
*તેણે પણ હસી ને કહ્યું,*
*બીજુ કોણ છે તારી સાથે .*
*માટે જ દોસ્તો*
*?જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.*
*?અરે મુકો માથાકૂટ,*
*?ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું,*
*??મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,*
*?કોઈની બળતરા કરવાની જરૂર નથી,*
*?કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.*
*?ક્યાં જવું છે અભિમાન રાખીને?*
*?સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.*
*?તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.*
*?બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.*
*?મજાથી શોખ પૂરાં કરો,ઉંમર સામું ના જોવો,*
*?વરસાદમાં હડી કાઢી નાવ,*
*??જોવાય એટલું જોય લો, ફરી લો,*
*?કોઈને નડીએ નહીં એટલે ઘણું,*
*?બાકી હંમેશા અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.*
*?થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.*
*?સરસ મનુષ્યદેહ મળ્યો છે,*
*?આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે*
*?માટે જલસાથી જીવો.*
*?મરો ત્યારે, કોઈ બોલવું જોઈએ કે...*
*"Well played boss."*