Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સફર-૩
ભાગ -૩
મન તો વાંદરા જેવું ક્યારે અહીં કૂદે તો ક્યારે ત્યાં..પણ મનની મક્કમતા તૂટતી જાય છે.સોહ જીવતો હોત તો પાછો આવ્યો જ હોત પણ તેના તો કોઈ વાવડ જ નહોતા.વિચારોમાં ને વિચારોમાં તે રોજની વાટ પકડી ચાલવા લાગી.બસ સ્ટોપ પર પહોંચી તો એને
મનમાં થયું કે ,ઓહ!ક્યારેક લાંબો લાગતો રસ્તો આજે ટૂંકો કેવી રીતે થઈ ગયો.
જુઆન પણ નીકળ્યો ઓફિસે જવા,રસ્તામાં જ તેની ઓફિસમાંથી ફોન હતો .તેણે એડનું શુટિંગ નું પ્રુફીંગ જોવા જવાનું હતું .તે હવે નિયમિત રીતે ઓફિસ સંભાળતો થયો હતો તેથી મુનીમ લાભશંકરજી ખુશ હતા.વારંવાર તેઓ દાદીને એના સમાચાર પહોંચાડતા.
આજે જુઆને નક્કી કર્યુ હતું કે તે આજે પણ દર્શીને સમય કાઢી મળશે.સાંજ તો જોત જોતામાં પડી ગઈ.સમય વહેતા પાણી ની જેમ વહી જાય ક્યારેય પાછો નથી આવતો.તે કેમ મળવા માંગતો હતો દર્શી ને તે એને પોતાને પણ નહોતું સમજાતું !કોલેજ માં દર્શી સારી વક્તા હતી,તે બોલતી તો આખુ ઓડીટોરિયમ શાંતિથી સાંભળતું ,તાળીઓના ગડગડાટ થી આવકારતું .ત્યારે બીજી છોકરીઓ ઈર્ષાથી જલી ઉઠતી.તેણીને સોહ સાથે જોઈ પોતે પણ કેવો ઈર્ષાથી જલીને રાખ થઈ જતો.શું આજે એ એકલી થઈ ગઈ છે તેથી તો મન એને મળવાની ઈચ્છા નથી કરતું ને? તેણે બ્રેક મારી ગાડી ઊભી રાખી દીધી ,મનને ઠપકો આપ્યો કે આવો શેતાની વિચાર ફરી ક્યારેય ન કરતું ,તેણી પ્રત્યેની એક ઋજુતા ભરી ભાવના જ તેને મળવા માટે ઈચ્છા કરે છે.પોતાના આ વિચારને ઠેલી તે આગળ વધ્યો.જ્યારે પ્રુફીંગ માટે પહોંચ્યો ત્યારે તેને દસ મિનીટ મોડું થઈ ગયું હતું .પહેલીવાર તેના મોઢામાંથી “sorry..”શબ્દ નીકળ્યા.સ્ટાફને એક આંગળી પર ગુસ્સા ને નાકની ટોચ પર રાખનાર બોસની
આ વાણી ને વર્તુણુક સ્ટાફને આશ્ચર્ય માં ગરકાવ કરી દીધા.
બીજી બાજુ દર્શીની ઓફિસમાં આજે લોકોએ નોંધ લીધી કે દર્શી ઘણાં સમય પછી પ્રફુલ્લિત દેખાય.આંખ
માં જાણે આછી ચમક હતી.બોલમાં સ્ફૂર્તિ હતી.કામ પણ જાણે ઝડપથી પુર્ણ કરી રહી હતી.તેની ઓફિસની ક્લીકસે મજાક કરી ,”ફૂલમાં આજે સુગંધ મહેંકી રહી છે.
જે હશે તે પણ દર્શી આજે તુ કેટલાય વરસે સુંદર દેખાય રહી છે.”દર્શી ફક્ત મરકી રહી,જાણે તાજા ગુલાબ પર માળી પાણી છાંટી ગયો.
તે સાંજે બન્ને સંજોગો વર્ષાત ન મળી શક્યા.રાત બન્નેની કરવટો બદલવામાં જ ગઈ. સવાર થતા ઘરમાં પણ તેણી જલ્દી ઉઠી કામ પરવારી નીકળી.માતાપિતા ની નજરમાં આવ્યું કે આજે દર્શીના પહેરવેશ માં મોટો ફેરફાર હતો.ખરેખર કરમાયેલા ફૂલને માળી પાણી સીંચી ગયો હતો ! દર્શી આમેય સુંદર હતી ,સોહની વિદાય પછી મુરઝાય ગઈ હતી.જુઆન ને મળી એક જ વખત હતી પણ તેણે બતાવેલું પોતીકા પણું તેનેર્સ્પર્શી ગયું હતું .
કોલેજ ના દિવસોમાં સોહ હમેશાં મજાક કરતો ,”જો હુ નહોત તો જુઆન તને એનકેન પ્રકારે એની બનાવી ગયો હોત,હા તે જરૂર ફેરવી ને છોડી ગયો હોત.” ત્યારે એ કેવી ગુસ્સામાં જુઆન સામે જોઈ લેતી.શું સાચેજ જુઆન બદલાય ગયો છે?કે પછી દેખાડો કરે છે? ગમે તે હોય પણ નવા સંચાર ની પ્રકાશિત જ્યોત બની આવ્યો છે.
તે સાંજે બન્ને ફરી મળ્યા.દર્શી સાથે જુઆને પોતાના એડના(જાહેરાત બનાવાની) વાતો કરી.દર્શીએ પોતાની ઓફિસના એનિમેશન ગ્રાફિકની વાતો કરી.બન્નેની કડી એક તરફ છે..જાણી જુઆનને થોડી આશા બંધાઈ કે જરૂર જ દર્શી ને તેની ઓફિસમાં જોબ કરવા નિમંત્રી સકશે.પણ એ સ્વીકારશે કે નહિ તે હવે..જોવું રહ્યું ?

(ક્રમશ:)
જયશ્રી પટેલ
૨૬/૧૧/૧૯

Gujarati Story by Jayshree Patel : 111295651
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now