#તમે_આવશો ?
આપને મળ્યાં ઈ'તો રૂડા વિધીના સંયોગ,
પછી જાણ્યું હાય રે! આતો દિલનો રોગ,
હવે તમે offline હોવ ત્યારે બહુ ગુસ્સો આવે છે,
ઝગડો પ્રેમનો બેસુમાર કરવો છે,
#તમે_આવશો ?
તમારું વ્યક્તિત્વ જાણે અમીંજળ વીરડો,
આંખોના વિયોગથી તરશે મરે જીવડો,
તમારો સહયોગ હવે જીવન પ્યારો લાગે છે,
એકવાર આલિંગન આપી હિબકે રડવું છે,
#તમે_આવશો ?
તમારા હોઠોનું drugs રાતપ્રહર માણવું છે,
ને' હૈયાનું હેત મારી છાતીમાં ટાંકવું છે,
તારા યૌવનનો તાર મારી મધ્યમાં આંકવો છે,
ને' દિલનો આનંદ સોળે કળાયે શણગારવો છે,
#તમે_આવશો ?