મુજ પથિક ને નથી આવતો નજર પાથ મારો
મંજિલ તો દૂર ની વાત ભટક્યા કરુંશું મન માં જ
મન પણ મારુ મૃદુલ સે સપના ઓ તૂટવા ના જુવે
પણ જે તૂટવાના એજ કેમ જુવે
કોશિશ કાર્ય કરે ખુશ રાખવા તેને
ખુદ દુઃખી થયા કરે
શબ્દો પણ મળે નહિ વાત કરું જરા મારી
ખુબ ઘુંટાયા કરું મહી ' મૌન રહી ખુદ માંજ
દર પણ રહ્યા કરે મારાજ તૂટવા નો
ધ્રૂજે ખુદ ના ધબકાર થી ' હાથ થી શાંત કરું
હતું એક તો ખુશ હતું ' દુઃખી પણ એક થવા જ
ખેર છોડ ને કહી સમજાવ્યું પણ મને ક્યાં એ મારુ
તૂટવા નો શોખ છોડ્યો છે થોડું નાદાન પણ છે
એતો તૂટી રહી જશે આંખો ને લાલ કરશે
તુટસે શાયદ એનું શું એ પીડા સહી જશે
એ વિચારી મન મારુ ભટક્યા કરે
મંજિલ તો દૂર ની વાત
મુજ પથિક ને નથી આવતો નજર પાથ મારો
-। "उपेन "