#પ્રેમ_બસ_એને_જ_કેમ ?
મને કોઈએ પૂછ્યું કે : "તમારું આટલું નામ છે, લોકો તમને અનુસરે છે, ઘણાં બધાં તમને ચાહે છે તો પણ તમે એવી વ્યક્તિને પ્રેમ કેમ કરો છો ? જેના મળવાની તમને દૂર દૂર સુધી કોઈ આશા નથી!! તમને તો કોઈપણ મળી શકે..!!!
મેં એને જવાબ આપ્યો કે "આપણે ઈશ્વરની ભક્તિ કરીએ છીએ, રોજ સવારે સાંજ. કંઈપણ થાય તો પહેલા ઈશ્વરનું નામ મોઢા ઉપર આવે. એ ઈશ્વરને આપણે જોયો પણ નથી, માત્ર આપણને તેના ઉપર શ્રદ્ધા છે અને આ શ્રદ્ધા જ આપણને ઈશ્વર પ્રત્યે આસ્થા ટકાવી રાખે છે. તો બસ એમ જ મારા જીવનમાં આવેલી એ વ્યક્તિ પણ મારા માટે ઈશ્વર સમાન જ છે. હું એના સિવાય બીજા કોઈને પ્રેમ નથી કરો શકતો એ મારી મજબૂરી નહીં મારી તાકાત છે. એ મને મળશે કે નહિ એ ખબર નથી.. છતાં પણ હું એને જ ચાહતો રહેવા માંગુ છું. હું સમજુ છું જો એનાથી થઈ શકતું હોત તો એ પણ મારાથી અળગી ના રહી હોત. એની પણ એક મજબૂરી છે. રહી વાત મારી તો મને પ્રેમ કરતાં જ એને શીખવ્યું છે. "મન" ફિલ્મમાં પેલા આમિરખાનને જોયો છે ને ? એ પણ મનીષા કોયરાલાને મળ્યા પહેલા કેવો ચંચળ હોય છે, હું પણ પહેલા એમ જ હતો પરંતુ જ્યારે તેને સાચો પ્રેમ થઈ જાય છે ત્યારે રૂપ પૈસા કશાની કિંમત રહેતી નથી. મારા જીવનમાં પણ એમ જ છે જ્યારથી એ મને મળી છે ત્યારથી મારા જીવનમાં બીજા બધાની કોઈ કિંમત રહી નથી. તકલીફો મારા જીવનમાં પણ છે છતાં હું જાતે જ એનો સામનો કરવા માગું છું કોઈના સહારે નહિ.. મારા જીવનમાં પણ એવી વ્યક્તિઓ આવી ગઈ જેને અપનાવતો તો મારી બધી તકલીફો દૂર થઈ શકતી, એવી સ્વરૂપવાન છોકરીઓએ પણ મને જીવનભર સાથ નિભાવવા ઓફર કરી છતાં પણ મેં એમને પ્રેમથી એમનો રસ્તો બતાવ્યો. કારણ કે મારા જીવનમાં હવે એક જ વ્યક્તિનું મહત્વ છે. એના વિના હવે કઈ પામવાની ઈચ્છા નથી, જીવનના છેલ્લા શ્વાસ સુધી હું એની પ્રતીક્ષા કરવા માગું છું. ઈશ્વર પણ એટલો નિષ્ઠુર તો નહીં જ હોય જે અમને આમ કાયમ માટે જુદા રાખી શકશે.. એક દિવસ તો એવો આવશે જ્યારે એ પણ મને કહેશે..
"ચાલ..પાગલ... જીવી લઈએ....!!!"
#કેપ્ટન @શ્યામ