#હું_તારાથી_રિસાવવા_નથી_માંગતો ...!!!
એય પાગલ...
હા બોલને પાગલ...
તને મરાથી નારાજ થવાનું મન નથી થતું.. તું નારાજ થાય, હું તને મનાવું, તું મને આખો દિવસ મેસેજ ના કરે, હું તારી રાહ જોઉં, તું થોડો ગુસ્સો કરે, હું તને મનાવું..!!
ના હો.. હું તારાથી સહેજ પણ નારાજ થવા કે જરા પણ ગુસ્સે થવા નથી માંગતો... મને બહુ ડર લાગે છે.. જો તું નારાજ થાય તો હું તો તને ગમે તેમ કરી મનાવી શકું છું. પણ જો હું નારાજ થાવ અને તું મને મનાવે જ નહીં તો ? તારાથી નારાજ થવાની વાતથી જ મારા તો રુવાડા ઊભા થઈ જાય છે. જ્યારે તું નાની નાની વાતમાં ગુસ્સો કરી વાત કરવાનું બંધ કરી દે છે ત્યારે તો જાણે તાવ ચઢી ગયો હોય એમ શરીરમાં લાગે, તો પછી તારી સાથે વાત કર્યા વગર તો કેમનો રહી શકું ? નથી ચાલતું મને તારા વગર, તારી સાથે ગુસ્સે થઈને એક ક્ષણ પણ દૂર રહેવાનું નથી ગમતું.. તું કોઈ કામમાં કે બીજે ક્યાંય વ્યસ્ત હોય ત્યારે મને વાંધો નથી આવતો, પરંતુ તું જ્યારે મારાથી નારાજ થઈ જાય છે ત્યારે એક એક ક્ષણ પણ જાણે કલાકો બરાબર લાગે છે. જે હું સહન કરું છું.. એ હું તને નહિ કરવા દઉં... એટલે પ્લીઝ આવી વાત ન કર.. મારે તારાથી નારાજ નથી થવું, તને પૂરો હક છે મારી ઉપર ગુસ્સો કરવાનો, નારાજ થવાનો..પણ આ હક હું તને નહિ આપું.!!!
પાગલ છે તું સાવ ખરેખર હો...!!!
હા, ખબર છે.. પણ બસ તારા માટે જ !!!!
#કેપ્ટન @શ્યામ