*તું જળ નહીં...*
*તરસ શોધ...*
*ખુશીનું એક બહાનું...*
*સરસ શોધ...*
*તું પ્રેમ નહીં....*
*વિશ્વાસ શોધ...*
*બે મન વચ્ચે...*
*મળતો પ્રાસ શોધ...*
*તું પ્રકાશ નહીં...*
*સવાર શોધ...*
*નવી પરોઢે સકારાત્મક...*
*નવો વિચાર શોધ...*
*તું શબ્દો નહીં...*
*તેના ઊંડાણ શોધ...*
*નયનથી વાંચે ને હૃદયે ઉતરે...*
*એ "મિત્ર" શોધ...!!!*
વિજય હડિયા