Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ચાહવું_જરૂરી_છે_પામવું_નહિ ...!!

ઓય...!!

હા, બોલને બકા, શું કહે છે ?

ઓહઃ.. તરત રીડ, મારી ચેટ પર જ હતો કે શું?

હા, તારા સિવાય બીજા કોઈની જરૂર જ ક્યાં છે મને ? તું હોય તો તારી સાથે વાત અને તું ના હોય તો તારી જ રાહ જોવાની !!!

કેમ આવું કરે છે ? મેં તને ક્યારેય ના નથી પાડી કે તું બીજે બિઝી ના રહીશ !!!

ના, હવે નથી ગમતું એ દુનિયામાં પાછું જવાનું... એક સમય હતો જ્યારે દુનિયાભરની નોટિફિકેશન અને ચેટથી ઘેરાયેલો રહેતો.. પણ આ બધામાંથી તું જ મને બહાર લઈ આવી અને હવે તારા સિવાય કંઈ મને ગમતું નથી, મારે પણ હવે બસ તારામાં જ રહેવું છે, તારા વિશે જ વિચારવું અને તારામાં જ ખોવાયેલા રહેવું છે.!!

આટલો બધો પ્રેમ શું કામ કરે છે મને ? તને ખબર છે હું ક્યારેય તને મળવાની નથી !!!

પાગલ.. મેં એવી કોઈ આશા પણ ક્યારેય રાખી નથી, અને પ્રેમમાં પામવું જ ક્યાં જરૂરી છે? ચાહવું જરૂરી છે અને હું તને ચાહતો રહીશ.. મારા છેલ્લા શ્વાસ સુધી.. નિઃસ્વાર્થ ભાવે... !!

ખરેખર પાગલ છે તું....!!!

હા, બસ તારા માટે જ ?


#કેપ્ટન @શ્યામ

Gujarati Blog by Nirav Patel SHYAM : 111292036
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now