#તારે_રાહ_નહીં_જોવી_પડે
હેય.. સાંભળે છે ??
હા, તારા માટે તો હંમેશા હાજર...
ઓહઃ.. પાછો તરત જ રીપ્લાય..યાર, ક્યારેક તો તું મને રાહ જોવાનો મોકો આપ...
શું કામ ? દુનિયામાં સૌથી મુશ્કેલ જો કોઈ કામ હોય તો એ છે કોઈની રાહ જોવી, અને જ્યારથી આપણે વાતો કરતા થયા ત્યારથી આ કામ મેં ઉપાડી લીધું છે એટલે હવે તારે ચિંતા કરવાની નહિ.... તારા ભાગની રાહ હું જોઈ લઈશ...
????
કેમ ચૂપ થઈ ગઈ ? બોલને..!!
તારા જવાબ જ એવા હોય છે કે શું બોલું ? ના તું મને રાહ જોવડાવે છે, ના મારા ઉપર ગુસ્સો કરે છે !!
બસ હવે, મારે મારા વખાણ નથી સાંભળવા.. તે શું કહેવા મેસેજ કર્યો એ બોલ હવે.....
એ તો ભૂલી જ ગઈ તારી વાતોમાં... તું મને બધું ભૂલાવી દે છે... હવે યાદ આવશે ત્યારે કહીશ..
પાગલ છે તું સાવ... પગલી.....
#કેપ્ટન @શ્યામ