"ખબર જ ન પડી મને"
ક્યારેક ના 'તુ અને તમે ' માંથી
ક્યારે અમે આપણે થઈ ગયા
ખબર જ ન પડી મને
જેની સાથે લડવાનો હું એક પણ અવસરના છોડતી
ક્યારે હું તેના માટે આખી દુનિયા સામે લડવા લાગી
ખબર જ ન પડી મને
જેનાથી હારીને મારો ગુસ્સો આસમાને ચઢતો
ક્યારે તેને જીતાડવા તે ગુસ્સો પ્રેમમાં પરિવર્તિત થઇ ગયો
ખબર જ ન પડી મને
જેને જોઈને આખો દિવસ હું બગાડતી
ક્યારે તેને જોયા વગરનો દિવસ મને વ્રજ જેમ ખુચવા લાગ્યો
ખબર જ ન પડી મને
જેના અસ્તિત્વ પર મેં અનેકો સવાલો ઉઠાવ્યા હતા
ક્યારે તેના અસ્તિત્વમાં મેં મારું અસ્તિત્વ જબોળી દીધું
ખબર જ ન પડી મને
જેના શબ્દો પણ હું પુરા ન સાંભળતી
ક્યારે તેના હ્રદયની દરેક ધડકન હું સાંભળવા માંડી
ખબર જ ન પડી મને
જેને જોઈને હું બીંદી પણ ના લગાડતી
ક્યારે તેના માટે હું સોળ શૃંગાર કરતી થઈ ગઈ
ખબર જ ન પડી મને
જેના બોલવા ન બોલવાથી, જોવા ન જોવાથી કાંઈ ભર્ક ના પડતો
ક્યારે તેના દરેક સવાલ અને દરેક જવાબની હું રાહ જોતી થઈ ગઈ
ખબર જ ન પડી મને
જેને ક્યારેક હું મારા લક્ષ્યનો કાંટો સમજતી
ક્યારે તેને હું મારું લક્ષ્ય સમજી બેઠી
ખબર જ ન પડી મને
જેના નામથી દુનિયામાં મેં નફરતના દાવા કર્યા છે
ક્યારે તેને હું પ્રેમના દાવા કરવા લાગી
ખબર જ ન પડી મને
જેને મેં ક્યારેય નથી જોયો કલ્પના શીવાય
ક્યારે તે મારી દરેક નજરનુ કારણ બની ગયો
ખબર જ ન પડી મને
જેણે ક્યારેય નથી સ્પર્શી મને
ક્યારે તેને હું દરેક સ્પર્શમાં ગોતવા લાગી
ખબર જ ન પડી મને
જેને હું ક્યારેય મારા અતિત માં પણ નો'તી રાખવા માંગતી
ક્યારે તે મારું વર્તમાન અને ભવિષ્ય બની ગયો
ખબર જ ન પડી મને
જેના શીવાય મને બધુ જ સાર્થક લાગતું..કાના
ક્યારે તે "શીવાય" વીના બધુ જ મને નીરર્થક લાગવા માંડ્યું
ખબર જ ન પડી મને....,
Dip@li