Gujarati Quote in Quotes by Mahesh Vegad

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમને વાંચવાની મઝા આવશે....
ફરી એક વાર મારા મનપસંદ વિચારો લઈ ને હું આવ્યો છું..... સમય નાં સ્પર્શ સાથે


" મને એવી કયાં ખબર હતી કે "સુખ અને ઉંમર" ને બનતું નથી, પ્રયત્ન
કરીને સુખને તો લાવ્યો, પણ ઉંમર રીસાઇને ચાલી ગઇ."

"માણસ વેચાય છે... સાહેબ... કેટલો મોંઘો કે કેટલો સસ્તો ?
એ કિંમત તેની "મજબૂરી"નક્કી કરે છે."


"અદભુત છે ને...... "દિવસ" બદલાય છે... ને એ પણ
"અડધી રાતે". "


" જીંદગી છે અઘરી, પણ છેવટે ટેવાઈ જવાય છે, શનિવાર અને સોમવાર ની વચ્ચે થોડું જીવાઈ
જાય છે. "


" એક ધડાકે તોડી દેવુ સહેલુ છે સગપણ. કેમ કરી ભૂલાવી દેશો...
આખે આખો જણ. "


"એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું... સાહેબ....
જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો પોતાને ઊંચા
દેખાડવાનું છોડી દો... "


" આંખો બંધ થાય તે પહેલા "ઉઘડી" જાય તો આખો જન્મારો
સુધરી જાય. "


" શબ્દોને શીખવું છું, થોડાં સીધા રહો, માણસની જેમ મરોડદાર
થવું બહુ સારું નથ. "


" હ્રદયના ટુકડા મજબુર કરે છે કલમ ચલાવવા માટે સાહેબ....
બાકી... હકીકત માં કોઈ પોતાનું દુ:ખ લખીને ખુશ નથી હોતું."


" એકલા થયા જીવનમા તો ખબર પડી... ઘણા કલાકો હોય છે
એક દિવસ મા"


" બાવળ ને પણ એ ક્ષણ ગમી હશે, જ્યારે કોઇ વેલ તેની તરફ નમી હશે "


" કોઈના વગર કંઈ અટકતું નથી....
પણ અધુરું ચોક્કસ રહે છે. "


" લાગણીઓ ઉછીની મળતી નથી,
કદાચ એટલે જ એ બધાને જડતી નથી."


" પડછાયા સાથે રેસ લગાવી, છેક સાંજે જીત્યો... પણ એ મારો ભરમ હતો સવારે એ પાછો મારાથી આગળ નીકળી ગયો..."

Gujarati Quotes by Mahesh Vegad : 111291688
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now