Gujarati Quote in Blog by Harshad Patel Pij

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કદાચ આપ જાણતા હશો કે કોઇ પણ સગર્ભા સ્ત્રીને નોર્મલ પ્રસુતિ લગભગ નવ મહિનાની આસપાસ જ થતી હોય છે પણ જયારે કોઇ સ્ત્રીને છઠ્ઠા મહિને જો સખ્ત દુખાવો ઉપડ્યો હોય તો દાક્તર તે બાળકને નોર્મલ નહી પરંતુ તેને સિઝેરિયન કરીને બાળકને જન્મ આપેછે.
તો તમે જરાક વિચારો કે અધુરા મહિને જન્મેલ બાળક કેવુ હશે!
આવો જ એક બનાવ ભુજની સરકારી હોસ્પિટલમાં બનવા પામ્યો છે વાત જાણે એમ છે કે એક નાના ગામની કોઇ સ્ત્રી સગર્ભા હતી તેને
છઠ્ઠે મહિને પેટમાં દુખાવો ઉપડયો તેથી તેને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરી ડોકટરની ટીમે બધુ જ ચેક કર્યુ પણ આવા અધુરા મહિને પ્રસુતિ કરવી અસંભવ હતી માટે તેમને સિઝેરિયન કરીને બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું પછી તે માટે તેના નક્કી કરેલ સમય પ્રમાણે સિઝેરિયન કરીને બાળકનો જન્મ થવા દીધો..પણ આ શું!
બાળક એકદમ કંગાળ દેખાતુ હતું, તેનુ શરીર બિલકુલ ના હતું મતલબ કે તેનું જેવુ જરુરી વજન હોવુ જોઈએ તે મુજબ ના હતું, સામાન્ય રીતે જન્મેલ દરેક બાળકનું વજન બે કિલો, અઢી કિલો, ત્રણ કિલો કે તેથી પણ વધારે હોય શકેછે એ તો તે બાળકની માતાની તંદુરસ્તી પ્રમાણે હોયછે પણ આ બાળકનું વજન ફકત છસો જ ગ્રામ હતું તો સૈ ડોકટરની ટીમ પણ આ બાબતે વિચારવા લાગી કે હવે શું થશે! શુ કરીશું! કારણકે આટલા અધુરા મહિને જન્મેલ બાળકને જીવવાના ચાન્સીસ ફકત બે ટકા જ હોયછે એટલે અઠ્ઠાણુ ટકા તો સામાન્ય રીતે મરણ જ પામતા હોયછે પરંતું કદાચ કુદરતે કંઇક ઊંધુ વિચાર્યુ હતું! બાળકને મરણ નહોતું આપવું, કદાચ તેને જીવન જ આપવું હશે..આમ પછી આવા અધુરા મહિને જન્મેલ બાળકને તુરંત સ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી માટે તુરંત ડોક્ટરની ટીમે તે બાળકને આઇસીયુંમાં દાખલ કરી દીધું હવે આવી પરિસ્થિતિમાં મા તેનુ દૂધ તેને કેવી રીતે આપી શકે! આથી તે માટે ડોકટરની ટીમે તેને નાની ચમચીથી દૂધ રોજબરોજ ને સમય પ્રમાણે આપવા માંળ્યુ મહેનત આમ ઘણી જ હતી ને ટીમને પણ તેમની ઉપર ને ઇશ્વર ઉપર ઘણો જ એક વિશ્વાસ હતો કે અમારી મહેનત કદી એડે નહીં જાય, પછી રોજબરોજ ટીમની સતત નેવું કલાકની મહેનત પછી બાળક ધીરે ધીરે શરીરે સ્વચ્છ થવા લાગ્યુ ને ત્યારબાદ પછી બાળકને તેની મા સાથે ઘેર જવાની હોસ્પીટલમાંથી રજા મળી.
ખરેખર આ એક ચમત્કાર જ કહેવાય હાલ આ બાળકની તબિયત એકદમ ચકાચક છે..ને આ બધો શ્રેય ભુજની સરકારી હોસ્પિટલના ડોકટરોને તેમજ તેમની ટીમને જાયછે, ખુબ ખુબ ધન્યવાદ.

Gujarati Blog by Harshad Patel Pij : 111290160
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now