કોઈ નથી
ઘણા મળે છે આજકાલ આવતા જતા
પણ તારા જેવું કોઈ નથી
જાજા સુખ-દુ:ખ છે આ રસ્તાઓ પર પસાર થતા
પણ તારા જેવું સુખ કોઈ નથી
અગણિત સાથી મળે છે આ સફરમાં
પણ તારા જેવો સાથ કોઈ નથી
અસંખ્ય સંતાપો છે આ જીવનમાં
પણ તારા જેવું સુકૂન કોઈ નથી
હજારો આશિક છે આ દિલના
પણ તારા જેવો કોઈ પ્રિયતમ નથી
- કિંજલ પટેલ (કિરા)