તમે નઝરથી નવી દુનિયા નવી લાગણી ને જોવો છો
અમારા સાથની સવારે આ નવી ડગર પર રહી જોવો છો
મધુર ગીત ગાતા પંખી હવે આમ કહેશે
અમે ગયા તો શુ થયું,અમારો ટહુકો રહેશે
આ વાદળ ક્યાંય ગયા તો હવા પણ સાથ રહેવાની
સફરના સાથ ની છે આ વાત તમને કહેવાની.
ફૂલોના રંગ વિશે કહેવું તો હવે શું કહેવું
તમારા ચહેરા ની રંગત છે સૌની જાણી પિછાણી
અધૂરી વાતનો અફસોસ નથી મુજને હવે કોઈ
જગતમાં એકલા અમે જ નથી ખુશીઓ ખોઇ.