નેઢાં નિશાળીયા
ઉગે મેં રોજ વેલો ઉઠ્યા કર,
દનણ છદે તું બ્રસ કરયા કર.
ભુલી ધલુઓ ફલસ કરયા કર,
શિરાણ છદે બ્રેકફાસ્ટ ખાયા કર.
પાટીપેને ને ખભે તે થેલી ભુલ્યા કર,
ખજે ન એળો ભણતરજો ભાર ઢેસડયા કર.
પન્ધ છડે તડે રિક્ષા મેં ઠસોઠસ ભર્યા કર,
નર ચે ચેન્ધા છડે રિક્ષા ગમે ઈ ફર્યા કર.
નિશાળ મેં લેશન ઘર મેં લેશન કર્યા કર,
બારજી રાન્ધ છડે મોબાઈલ મેં રમ્યા કર.
અખીએ અંધારાં ને શરીરમે શુષયા કર,
નર ચે દયો એનેકે ખાસા સંસ્કાર નકા પસ્તાયા કર.
નારાણજી જાડેજા ( ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ