"અરે,રાકેશ તે છાપામાં વાંચ્યું?"ભલાકાકા બોલ્યા:શુ કિસ્સા થાયછે.. ગઈ કાલે રાત્રે આપણાં ઘરપાછળથી પસાર થતા નેશનલ હાઇવે પર બે વ્યક્તિ અલગ અલગ સ્થળો એ બેહોશ પડ્યા હતા. ભાનમાં આવતા તેમને પૂછ્યું તો એક સરખી જ વાત કહી:કે એમને કોઈ ભૂતિયા મોટરકાર જોઈ ને ભૂત પણ જોયું... અરે પણ ..પણ .એમા આટલો હસે છે કેમ?
"અરે કાકા હસવું તો આવે જ ને.. હવે મારી વાત સાંભળો... ગઈ કાલે આ તમારા જિદ્દી અને પીદડી ને હું મુવી દેખાડવા લઇ ગયો હતો. નવ થી બારનાં શો માં .... અમે પાછા આવતા હતાત્યારે એક જગ્યા એ કોઈ માણસે લિફ્ટ માંગી હવે થયું એવું કે ,આપણી કાર નો રંગ તો કાળો છે જ અને મેં પાછળના ગ્લાસ પર આપણી અટક "પુરાણી"એક બાજુ એ અને બીજી બાજુ એ આપણે હવેલી પંથી ખરાને એટલે"હવેલી"એમ મોટા અક્ષરે લખાવ્યું છે કાર ઉભી રહી ત્યારે એ વાંચીને પેલો ડર્યો તો હશે જ..વળી સમય રાતનાં સાડાબાર... અને એમાં વધારે કૉમેડી એટલે કે હોરર એવું હતું કે જિદ્દીએ મેળામાંથી લીધેલ ભૂતનો માસ્ક મેં પહેર્યો હતો. જેવુ મેં કાર ઉભી રાખીને બહાર જોયું તો પેલો થર થર ધ્રુજવા લાગ્યો નેછોકરાઓ એને ધ્રૂજતો જોઈ ને મોટેમોટે થી હસવા લાગ્યા. એટલે તે ભયનો માર્યોબેહોશ થઇ ગયો .ને પછી કઇ લફડું થશેતો એવી બીક લાગતા મેં ગાડી ભગાવી .પછી બીજી વખત પણ રસ્તામાં એવું જ થયું.... હે ભગવાન બેય માણસો જીવતા છે જાણીનેરાહત થઇ હવે પેલાં બે નામ કાર પાછળ લાખ્યાનછે એબદલાવી કાઢીશ....આને કહેવાય હસવમાં થી ખસવું અને આજે નવી કહેવત કાઢી ભૂતનો શોખ પલિતને પણ ભારે પડે.