*એક તારો ઈન્તેજાર* ૧૫-૧૧-૨૦૧૯
આખી જિંદગી એક તારા ઈન્તેજાર માં વહી ગઈ,
ઘણી ખુશીઓ વેરાયેલી હતી તેને માણવી ભુલી ગઈ.
ઓસની બૂંદ માટે તારો ઈન્તેજાર કરતી રહી ગઈ.
પાનખર તો શું હું તો વસંત માં પણ મુરઝાઈ ગઈ.
તારા ઈન્તેજારમાં હું જિંદગી ની હર બાજી હારી ગઈ,
હું એ તારો છું જે બીજાની ઈચ્છા પુરવા ખરતી ગઈ.
સમય સાથે સમજાયું નથી મળતી ખુશીઓ જ હંમેશા,
ખુશ રહેવા દુઃખ ને પણ હસીને માણતા શીખી ગઈ.
આ મુસ્કાન જોઈ એમ ન માનતા કે હું રડી નથી,
પણ વ્યથા ભાવનાની છુપાવીને હસતાં શિખી ગઈ.
ઈન્તેજાર ના કરી ભુલવાની કોશિશ કેટલીયે કરી લીધી,
પણ સવાલ વટનો હતો, હું હમેશા હસી ને જીવતી ગઈ..
ભાવના ભટ્ટ અમદાવાદ...