લે' હાલ તને બાળપણ બતાવું,
પિંજરાના સળિયાની પાર પણ બતાવું,
નાનકડા રૂમની દિવાલો ચીરીને મોટું એક સપનું બતાવું,
ખુલ્લા એક પટમાં વહેતી નદી અને આઝાદ એ પારેવડાં બતાવું,
લે' હાલ તને બાળપણ બતાવું.
દોસ્તો ની ટોળી એ,મસ્ત ઉજાણી ને બેફામ રમતાં બતાવું,
થયું આજ તને ચિલ્ડ્રન્સ ડે વિશ કરી આવું,
લે' હાલ તને બાળપણ બતાવું.
વિસરાયા દિવસો એ ફોટામાં કેદ નથી ,
પણ લાગણીઓ રીફ્રેશ કરી આવું
લે' હાલ તને બાળપણ બતાવું..
Bindiya