Gujarati Quote in Story by Jayshree Patel

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમૃત (ભાગ ૩) આગળ


દવાખાને પહોંચાડીને તે કોલેજ ગયો,સરને સમજાવ્યાને પોતાનું કાર્ય સોંપ્યું .સાંજે પાછા ફરતા તે દવાખાને ગયો તો જાણ્યું કે યુવતીને હાથે ફ્રેક્ચર હતું .
બે ત્રણ દિવસમાં તો એ યુવતી તેના પિતા અને માતા સાથે હળી મળી ગયો.રોજ આવતો ને જતો.આમ કુટુંબ જેવો સંબંધ બંધાયો.અમૃતે બધી વાત બાને પણ કરી.નાના બે જણ ના કુટુંબ માં ત્રણ અજાણ્યા લોકો પ્રવેશ્યા.બાએ જોયું કે અમૃત મોટો થઈ ગયો.મિત્રો તો બહુ નહોતા પણ શાલુ તેની સારી મિત્ર બની ગઈ હતી.
શાલુ લાડકોડમાં ઉછેરેલી દીકરી હતી,તેણે જન્મ જ સોનાની ચમચી સાથે લીધો હતો.પિતા દિનેશભાઈ ને માતા સુહાસિની ની એકમાત્ર સંતાન હતી.તેને કલા માં ઋચી હતી.સરસ પેઈન્ટિગ ને પોટ્રેટ બનાવતી.ફાઈન આર્ટની વિદ્યાર્થી હતી.
એક રાત્રે બાને અમૃતનો ફોન આવ્યો કે તે રાત્રે પાછો નહિ આવે ,શાલુનો જન્મદિવસ છે તેથી મોડું થશે.
બાને મનમાં હવે થોડો થડકો પેઠો.એને હતું કે હવે જો અમૃતના ભણવા પર ધ્યાન નહિ આપે તો એના ભવિષ્યનું શું??બાને શાલુ નો વાંધો નહોતો તેમને અમૃતના અભ્યાસની ચિંતા હતી.વખત જતા વાર નથી લાગતી ધીરે ધીરે અમૃત હારીજ ઓછું અમદાવાદ વધું રહેવા લાગ્યો ,બા પણ પોતાના કામને વધારતી ગઈ.એકવાર અમૃત હારીજ આવ્યો તો તેણે ઘરમાં બા સાથે બીજી સ્ત્રી ને જોઈ તે બાના ઓરડામાં રહેવા લાગી હતી.તે જરા નરમ અને બાની વધુ નજીક હતી.અમૃતને લાગ્યું ક્યાંક જોયા છે.પણ બહુ યાદ ન કરી શક્યો.બાએ તેને માસી તરીકે ઓળખાવ્યા હમેશાંની જેમ તેણે બાની વાત માની સામે પ્રશ્ન ન કર્યો.તે રાત્રે તેણે જોયું કે બાની આંખમાં જાણે પ્રશ્ન હતો કે ,”આગળ શું કરવા માંગે છે ?ભાઈ.”તેણે જાણે જોયું જ ન હોય તેમ નજર ફેરવી લીધી.એ રાત્રે બાએ ફરી ડાયરી માં કંઈક લખ્યું.પણ અમૃતે એ જોવા છતા ન જોયું કર્યુ.એ બાએ નોંધ્યું.
અમૃતનો અભ્યાસ પૂર્ણાંક પર હતો.તે એક સારો ચાર્ટર્ડ અકાઉન્ટન બની જશે.પછી તેની ઇચ્છા અમદાવાદમાં જ કામની શરૂઆત કરવી હતી.તે હવે બા સાથે સ્પષ્ટ કરવા માંગતો હતો કે બા ધંધો બંધ કરી તેની સાથે અમદાવાદ જ સ્થિર થાય.પણ છેલ્લા કેટલાય વર્ષથી એણે બાના ધંધામાં ધ્યાન જ નહોતું આપ્યું.અહી બાએ પણ ક્યારેય તેને પૂછ્યું પણ નહોતુ પૈસા માંગતોને બા તેને આપી દેતી.પણ નિખાલસતા મસ્તી રમતિયાળ પણું હવે તેની પાસે નહોતા.એક દિવસ અમૃતે બાને કહ્યું તે અને શાલુ લગ્ન કરવા માંગે છે .બાએ કોઈ રકઝક વગર મંજૂરી આપી.તેને શાલુના પિતાજી ને માતાજી ને મળવા હારીજ બોલાવ્યા.પરિણામ આવે ને એ પગ પર ઉભો રહે પછીજ લગ્ન લે એ સમજાવ્યું .એના પિતાજી સમજ્યા નહિ,તેમણે તેમના પૈસા છે..તે દીકરી શાલુના જ છે ,તો હવે તે અમૃતના જ છે ને???પણ આ બા હતી દ્રઢ મનોબળ વાળી ને સંયમી સ્ત્રી .
તેણે ન વિરોધ કર્યો પણ નોકરી પછી જ લગ્ન નો આગ્રહ રાખ્યો.અમૃત સમજી સકતો હતો માનો આગ્રહ તેણે માને કહ્યું કે “હુ મારી જ પ્રેકટીશ શરૂ કરીશ.પછી જ લગ્ન કરીશ.”બા આ જવાબથી ખુશ થઈ ને એ રાત્રે તેણે ફરી ડાયરી ખોલી કંઈક લખ્યું જે જોઈ અમૃત આજે ચુપ ન રહી સક્યો તેણે આખરે બાની ડાયરી વાંચવાનો નિર્ણય કરી લીધો...!

જયશ્રી પટેલ
૪/૧૧/૧૯

Gujarati Story by Jayshree Patel : 111288963
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now