પ્રાકૃતિક જીવન
===========
પ્રેમ પ્રાકૃતિક સૌંદર્ય છે જીવનરૂપી બાગનું જ્યાં સ્વાર્થ નું કચરુ ઊગે ત્યાં ત્યાગમય નિંદામણ અનિવાર્ય બની જાય ને મહેકતું જીવન પલ્લવિત થાય
સ્વાર્થ માં સબળતુ જીવન વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ ની અનુકૂળતા કરી આપી . પરંતુ જીવન જીવવાનો સાચો આનંદ ના આપી શકે.
તમે બીજા પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય, મમત્વ રાખોઅને વગર કારણે એને મદદરૂપ થાઓ છો ત્યારે વિના બીજા પરિબળો તમારી ભીતર શાંતિ અને આનંદ ની એક લહેર વહાવી દે છે.
અકારણ આપી દેવામાં ખુશખુશાલ થઈ જવાય. ખાવામાં આનંદ જરૂર છે, પણ ખવડાવી દેવામાં આનંદ વિશેષ છેપ્રકૃતિ ત્યાગ ના નિયમો ઉપર જ ઊભી છે.
જે દિવસે માનવ પશુ પંખી વનસ્પતિ માં થી ત્યાગની ભાવના ચાલી જશે , આ સંસાર પછી ક્ષણભર પણ ટકી રહે નહીં. પ્રલય નક્કી જ છે.
માટે જ આજકાલ કુટુંબ થી કુટુંબ છૂટાં પડ્યાં છે. વૃદ્ધ આશ્રમો વધ્યા છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણ માં
આપણે આપણી વસુધૈવ કુટુંબ ની ભાવના ભૂલી ગયા છેમાટે જ દુઃખ અશાંતિ પામી રહ્યા છે
===={{}}===={{}}===={{}}===={{}}====