*રુહમાં રુહ ભળી*
***********************************
*એક સમી સાંજે તું મને મળી હતી,યાદ છે!*
*તારા સ્પર્શે રુહ મારી પલળી હતી,યાદ છે!*
*ખાલી બદનની વાત ક્યાં હતી મિલનનમાં,*
*રુહમાં તારી,મારી રુહ ભળી હતી,યાદ છે!*
*ચાંદને ઓરડે સજાવી માણી હતી ચાંદની,*
*રાતને આપણે આબાદ છળી હતી,યાદ છે!*
*રુહ મારી કે'તી હતી,ફરી પાછી તું આવશે,*
*હૃદયનો સાદ સાંભળી તું વળી હતી,યાદ છે!*
*કાપી જોજનોનું અંતર,રુહમાં રુહ ભળી,*
*નદીએ સાગરની વેદના કળી હતી,યાદ છે!*
*નજર રુહાની મારી, લલાટને ચુમતી તારા,*
*સાંજ બની તું ખભે મારા ઢળી હતી,યાદ છે!*
*રુહ "આશુ"ની આંખેથી સરી તી' બુંદ બની,*
*ગાલે, ખંજનના રુહમાં ભળી હતી,યાદ છે!*
@આશુ
અશોક આઈ. લાલવાણી,સુરત.