Gujarati Quote in Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મફત અને સક્ષમ કાનૂની સહાય આપનો બંધારણીય અધિકાર છે માટે કાનૂની સેવા સત્તા મંડળની યોજનાનો લાભ મેળવો.*
............................................................................
*મફત કાનૂની સહાય કોને મળી શકે ❓*

■મહિલાઓને..
■બાળકોને...
■અનુશૂચિત જાતિ વ્યક્તિને.
■અનુસૂચિત જનજાતિ
વ્યક્તિને...
■માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિને....
■અન્ય રીતે અશક્ત વ્યક્તિને..
■ઔદ્યોગિક કામદાર વ્યક્તિને...
■રૂl. ૧.૦૦.૦૦૦ કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિને....
■એવી વ્યક્તિ કે જે સામૂહિક આફત, જાતિય અત્યાચાર, પૂર, દુષ્કાળ, ભૂકંપ કે ઔદ્યોગિક આપત્તિનો ભોગ બનેલી હોય.....
■કોઈપણ પ્રકારની પોલીસી કસ્ટડીમાં હોય....સરકારી કસ્ટડીમાં હોય તેવી વ્યક્તિને....
■વરિષ્ઠ નાગરિકોને, નાલસા (વરિષ્ઠ નાગરિકો માટેની કાનૂની સેવા) યોજના ૨૦૧૬ મુજબ....

*કયા પ્રકારના કેસોમાં કાનૂની સહાય મળી શકે ❓*
◆સામાન્ય પ્રકારે...
-દિવાની કેસોમાં..
-ફોજદારી કેસોમાં..
-મહેસૂલી કેસોમાં..
-મજૂરોને.....
-ઔદ્યોગિક અદાલત કે પંચ સમક્ષ દાખલ કરવાના દાવા, -ફરિયાદ,
-અરજી,
-અપીલ,
-રીટ,
-રિવિઝન અરજી
-આવા પ્રકારના કેસોમાં કાનૂની સહાય મળી શકે.

*કાનૂની સહાયમાં કેવા પ્રકારની સહાય મળી શકે❓*
* કાનૂની સહાય સમિતિ કે સત્તામંડળ જે-તે વ્યક્તિને કાયદાના નિષ્ણાંત વકીલશ્રીઓની પેનલમાંથી કોઈ એક વકીલશ્રી દ્રારા કાનૂની માર્ગદર્શન આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.

*તે વ્યક્તિને તેની મેટર કોર્ટમાં દાખલ કરવા માટેની ટાઈપિંગ ખર્ચ, કોર્ટની ફી નો ખર્ચ તેમજ નકલ કે ખરી નકલનો ખર્ચ જે કંઈ ખર્ચ થાય તે કાનૂની સેવા સમિતિ કે સત્તા મંડળ ભોગવે છે.

★ *વિના મૂલ્યે તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ એટલે લોકઅદાલત*
●સમાધાનકારી વલણ દ્રારા
●સરળ રીતે કેસનો નિકાલ
● કાનૂની સત્તા મંડળ દ્રારા યોજવામાં આવતી જનરલ/કાયમી લોકઅદાલતનો લાભ મેળવો.
...........................................................................
*સંપર્ક*
*રાજ્ય સ્તરે*
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, નામ.ગુજરાત હાઈકોર્ટે , અમદાવાદ
*જિલ્લા સ્તરે*
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, તમામ નામ.જિલ્લા ન્યાયાલય.
*તાલુકા સ્તરે*
તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ, તમામ નામ.તાલુકા ન્યાયાલય.

મફત અને સક્ષમ કાનૂની સહાય આપનો બંધારણીય અધિકાર છે માટે કાનૂની સેવા સત્તા મંડળની સહાય મેળવવા માટે સંપર્કમાં જણાવેલ તમામ લીગલ ઓફિસનો સંપર્ક કરવો, મુલાકાત લેવી....

*પી.એલ.વી*
*જીતેન્દ્ર જોષી*
*D. I. S. L. A*
*TSLA*
*District-Mahisagar & Panchmahal*

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111287457
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now