Gujarati Quote in Quotes by Harshad Patel Pij

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય બદલાયછે સાથે સાથે માણસ પણ બદલાયછે પણ તે કેવી રીતે!
તેની ચાલ ચલનથી બદલાયછે, તેના સ્વભાવમાં ફરક પડે છે તેની રહેણી કરણીમાં ફરક પડે છે પણ આ બધુ શાથી! કારણકે તેની પાસે પૈસો છે ઇજ્જત છે ગાડી બંગલા છે જમીન જાયદાત છે માટે તે બદલાઇ ગયો છે પરંતુ જુના જમાનામાં આમ ના હતું કોઇ પાસે બે વિઘા જમીન હોય ને બીજા પાસે ચાલીસ વિઘા જમીન હોય પરંતું તે બંને વચ્ચે એક ભાઇ ચારો હતો એક સગા ભાઇ જેવો સંબંધ હતો ભલે તેઓ ભાઇઓ ના હતા પરંતુ તેઓ હંમેશા સાથે બેસતા સાથે ખાતા ને સાથે ફરતા પરંતું આજે કોઇનો પગાર પાંચ હજાર હોય ને કોઇનો પચ્ચીસ હજાર હોય પણ બંન્ને વચ્ચે ઘણુ અંતર જોવા મળે છે..બોલવામાં, બેસવામાં, સંબંધોમાં!
આને આપણે ઘમંડ કહીશું કારણકે ઘમંડ આવી જવાથી જ માણસનો સ્વભાવ બદલાઇ જતો હોયછે.
ખેર આપણે આ બાબતે વધુ વાત નથી કરવી પરંતું આપણે વાત કરવી છે મોટા મોટા બંધાઇ રહેલા તોતીંગ એપાર્ટમેન્ટોની..જેમાં અસંખ્ય લોકો પોતાના બે રુમ કે ત્રણ રુમ વાળા મકાનમાં રહેતા હોયછે લોકો લાખો
રુપીયા ખર્ચીને આવા એપાર્ટમેન્ટમાં મકાન લેતા હોયછે ઘણા કેશથી લેતા
હોયછે તો ઘણા લોનથી લેતા હોયછે
ચાલો આ વાત થઈ એક પ્રકારનું મકાન વસાવવાની પરંતું આવુ મોંઘુ મકાન વસાવ્યા પછી પણ ઘણા સમય પછી એ એપાર્ટમેન્ટની દશા જોવામાં ઘણી દુ:ખદ હોયછે.
કારણકે સ્વચ્છતા નામે શુન્ય હોયછે
આજે કોઇપણ એપાર્ટમેન્ટનો દાદર જુઓ કે તેની ઉપર નીચે થતી લીફ્ટ જુઓ અથવા તો જયાં ફોર વ્હીલર પાર્ક થાયછે તેના સ્થંભ જુઓ જાણે કોઇએ લાલ કલરથી ધૂળેટી રમી હોય! એજ વિમલ મસાલાની પિચકારીઓ! દાદર ઉપર ચઢતા કે ઉતરતા એટલી બધી ગંધ મારે છે કે આપણુ માથુ ફાટી જાય..
એપાર્ટમેન્ટમાં રહેતા દરેકના મકાનો અંદરથી જુઓ તો તમને કલાક બે કલાક બેસવાનું મન થાય..આને કહેવાય કે ઘર ચોખ્ખું ને આંગણુ ગંદુ! બહાર ગમે તેવુ દેખાય પણ ઘર તો ચોખ્ખું જ રાખવાનું, પણ આમાં સ્ત્રીઓનો કોઇ જ વાંક નથી વાંક દરેક પુરુષોનો ને યુવાનોનોછે કે જેઓ આવી ચીજો ખાઇ ખાઇને ગમે ત્યા થૂકતા હોયછે..
લખુ તો ઘણુ બધુ લખાઇ જશે..ટુકમા કહેવાનું કે હમેશાં ચોખ્ખાઈ રાખો, ચોખ્ખાઈમાં રહો, ને તંદુરસ્ત રહો.

Gujarati Quotes by Harshad Patel Pij : 111287042
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now