Gujarati Quote in Poem by Parth joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક તૂટેલ હોળીન્ ફરતે ઉડતા ર્યે ખગના ટોળા

ને દિલથી માછલાંની ગંધ પિરસે એ લથડેલા શઢડાં ભોળા 
દરીયો માર કરે ભલા મારગ કરે તો વાત 
એમાં જ એને ખપાવી દેવી આખી એની જાત
પણ આ તો મિંઢીનાની નાંખી દીધાની કોમ 
તૂટેલાને વિખેરવાનાં આવે એને જોમ
ને ઓઇલાં પંખીડા મૂઆ ગંધને મારે ચાંચ 
ને નીરકીનારે બઈળા રાખે ગૂમડાંઓની દાઝ
ઉડી જાવ ઈ બાપડો નહીં બોલે ઈ તો માણાઘેલુ હોડકું 
તમે તો હાજા-હારા છો શું કામ ચૂંથો છો બનીને ટોળકું ? 
મેલો એને બાપલીયાંવ એના વતી હું જોડું હાથ
રેતી હમજી દ:ખડાં દોડે લેવા એને બાથ
પણ ત્યાં તો ધય્ગા તાપ ને રેતી બની ગઇ રાખ
તય્ણેય થ્યા હામટાં હેઠે દરીયો, માથે ખગને નભનો તાપ
તું ચૂંથાઇને ને હું સૂકાઇને હાઇલ હાયરે સળ્ગ્યે બાપ
હાઇલ હાયરે સળ્ગ્યે બાપ

- PARTH JOSHI

Gujarati Poem by Parth joshi : 111285894
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now