સમજણ ની સમજ ને ક્યારેક, સમજણ વગર ની બુઠ્ઠી બનાવી દેવા ની ઈચ્છા થાય છે કારણકે.....
ઓ હવા, તારી જેમ મસ્તીથી લહેરાવા આ માનવી ને તો બિન્દાસ્ત થવું પડે...
ઓ સૂર્ય, તારી જેમ સ્થિતપ્રજ્ઞ બની ને ઘણો પ્રયત્ન કર્યો,પણ જો ને તારેય ક્યારેક જોરદાર તપી ને બતાવવું પડે છે ને?
ઓ ઋતુ, તારી જેમ નિયમિત રહી ને પણ પ્રયત્ન કર્યો પણ જો ને અનિયમિત ઋતુ બનીને કે વાવાજોડું બનીને તારેય બતાવવું જ પડે છે ને?
તો પછી શું વિસાત છે આ માનવી ની
તેણે પણ મનરૂપી ફુગ્ગામાં ભરી રાખેલી હવાને બહાર કાઢવા, ફુગ્ગાને ફોડી ને હાસ્યને
મુક્તપણે વહેરવુ
જ જોઈએ....