દીવો બળે છે બીજા સારું,
ને હેઠે એની ઘોર અંધારું!
શું કહું એને? અજવાળું કે અંધારું?
અગ્નિ તો દીવાસળી થી પેટાવું,
ને જાત જોને એની જ ઘસાવું!
શું કહું એને? અજવાળું કે અંધારું?
મીણબત્તી થી જ્યોત જલાવું,
ને મીણ એજ કેવું તે પીગળાવું!
શું કહું એને? અજવાળું કે અંધારું?
પેટ્રોલ ડીઝલ ગાડીઓમાં ભરાવું,
ને પાતાળે એની ઊંડી ખોટ પુરાવું!
શું કહું એને? અજવાળું કે અંધારું?
બળતણ ને તો બળબળ બાળું,
ને અવશેષો માં તો રખ્યા બનાવું!
શું કહું એને? અજવાળું કે અંધારું?
સારું સારું જે તે સંધુએ મારું,
ને તારે ભાગે ઢેફાં પાણાં ધરાવું!
શું કહું એને? અજવાળું કે અંધારું?