સજવા સોળ શણગાર એક બહાનું તો દે,
ભરવા ચાર શમણાં ય એક બહાનું તો દે!
નજરો આજ મળવા થઇ બસ! ઉતાવળી
શમણે રાસ રચવા ય એક બહાનું તો દે!
અધરો સ્નેહ સભરે થયા બસ! આતુર તો,
અધરે આંચ ભરવા ય એક બહાનું તો દે!
નથણી,કુંડળ, ઝવેર હાર પહેરૂં બધું,
મઢવા જાત શણગાર એક બહાનું તો દે!
બસ! દેવાંગ ધર ધીર આજ કહેવું ઘણું
કરવાં વાત સઘળી ય એક બહાનું તો દે!