Gujarati Quote in Motivational by Kunjdas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રી...

નથી તે વિરોધ કરતી
નથી તે સામનો કરતી
નથી તે સ્વીકારી શકતી
નથી તે માંગી શકતી
નથી તે છીનવી શકતી
નથી તે બતાવી શકતી
નથી તે પાછી ફરી શકતી
નથી તે સમજાવી શકતી
નથી તે પહેરી શકતી
નથી તે ફરી શકતી
નથી તે સાંભળી શકતી
નથી તે બોલી શકતી
તે કંઈ જ કરી શકતી નથી.
સ્ત્રી દુખી છે તેમાં શું ફક્ત અને ફક્ત વાંક તેનો જ છે ??

પોતાનાં સપનાઓની ચટણી બનાવી
સૌનાં જીવનમાં સ્વાદ ભરે છે.
સૌની ફરમાઈશ પૂરી કરતાં કરતાં
તેની ઈચ્છા ક્યાં દફનાવી
કોઈને ખબર નથી,
કોઈ જાણવા ઈચ્છતું પણ નથી,
અનેક ઈચ્છાઓ ડૂસકા ભરી શાંત થઈ જાય છે,
કોમામાં સરી પડે છે,
જીવે છે પણ કોઈ હલન ચલન નથી,
નિ:શબ્દ બની અસ્તિત્વ શોધે છે,
ફરી રાતના ગુમનામ અંધારે.
ફરજ સમજી ઈચ્છા વગર થતી ક્રિયા,
અરમાનો રગદોડાયને થાકી સૂઈ જાય છે,
પ્રસંગોપાત મળેલી ચીજો
અહેસાનનો અહેસાસ કરાવી જાય,
લાગણીઓ સજ્જળ જડ બને,
કટુવચનો, સમાજનાં બંધનો, શંકા-કુશંકા, અપમાન, હૂંફનો અભાવ...
કેટલું સહેતી નારી!
સામે ઉતર આપે તો,
અસંસ્કારી જાહેર કરાય...
પછી....
.............

"માત્ર પ્રેમ કરવાથી'જ સ્ત્રી સમજાતી નથી...
જીવવું પડે છે એની સાથે.."

Gujarati Motivational by Kunjdas : 111284241
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now