માણો તો હું મોજ છું હું !
પણ ઘટતી જાઉં રોજ છું હું !!
ક્યારેક દુઃખ નો ધોધ છું હું !
તો ક્યારેક સુખની ખોજ છું હું !!
ભરી લ્યો તો હું શ્વાસ છું હું !
રાખી લ્યો તો વિશ્વાસ છું હું !!
ક્યારેક આસ પાસ છું હું !
તો ક્યારેક બહુ ખાસ છું હું !
લડી લ્યો તો જંગ છું હું !
પુરી લ્યો તો રંગ છું હું !!
ક્યારેક ઘણી તંગ છું હું !
તો ક્યારેક તારી સંગ છું હું !!
સમજો તો એક વિચાર છું હું !
માનો તો સાચો યાર છું હું !!
સ્વપ્ન માનો તો સાકાર છું હું !
ઈશ્વરે આપેલો ઉપહાર છું હું !!