Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન ની શક્તિ
===========================
માણસ નું મન જ મુક્તિ અને બંધન નું કારણ છે
इन्द्रियाणां मन: अस्मि !!
શ્રી કૃષ્ણજી એ ગીતા માં કહ્યું છે, કે ઇન્દ્રિયો માં મન હું છું,તે ઈશ્વર ની જ વિભુતિ આપણા શરીરમાં માં જ અંત:કરણરૂપે , એટલે કે; મન , બુધ્ધિ,ચિત ને અહંકાર સ્વરૂપે કાર્યકરે છે,મન. નું કાર્ય ક્ષેત્ર

૧ . મન.    : વિચારવું , સંકલ્પ કરવા
૨ . બુધ્ધિ. : નિર્ણય કરવા
૩. ચિત.    : સંસ્કાર સંગ્રહ
૪. અહંકાર : અસ્તિત્વ નો દાવો

શરીર માં મન નું રહેઠાણ , અવસ્થા વગેરે
૧ અવસ્થા.    ૨.રહેઠાણ
********* ‌.     *******
અ.  જાગૃતિ   : ભ્રુમધ્ય માં
બ.   સ્વપ્ન.    : કંઠ માં
ક.    સુષુપ્તિ.  : હ્દય માં
ડ.    તુર્યા.      : આત્મા માં
**
મન વગર નો શું માણસ હોય ? કદી નહિ ,માનવ શબ્દ જ મન નો બનેલો છે,મન તો દિવ્ય અદભુત સાધન છે,તેનો સદઉપયોગ કરવામાં માં આવે આપણું કલ્યાણ થ‌ઈ જાય.મન સાધ્ય નથી સાધન છે ,તેથી તેની સાથે મૈત્રી ભાવ કેળવોશત્રુતા નહિ, મન ને ચુથો નહિ .તમારી જે પણ મનઃ સ્થિતિ છે
તે તમામ કર્મ નું જ ફળ છે, તેથી કર્તવ્ય પ્રતિ ભાવ બદલો,તમામ કર્મ પ્રકૃતિ માં થાય છે ,તમે આત્મભાવ માં રહો, સાક્ષીભાવ કેળવો, હંમેશા ઉદાર રહો, ક્ષમાશીલ બનો, કદીપણમન સાથે સંઘર્ષ ના કરો, તો વાતાવરણ બદલાઈ જશે.
હું કર્તા છું' એજ અજ્ઞાન છે, બધું જ પ્રકૃતિ માં થ‌ઈ રહ્યું છે.એવી જ્યારે સમજણ થશે, ત્યારે તમે મન. ના પરમ મિત્ર જબની જશો પછી સઘળા કાર્યો આસાન બની જશે.



હવે મન  નું મૂળ જાણીએ
****"***************
મન શામાટે હયાત છે, હયાત છે તો તેની હયાતિ નું કારણ શું?
ઈચ્છા ને તૃષ્ણા જ મન ની હયાતિ ના મૂળ કારણ છે.

તેથી મન રૂપી વૃક્ષ જીતવું હોય તો તેના મૂળ જ કાપી નાખવામાં આવે તો સરળ વિજય થાય,
મિત્રો, માટે મન માં ક‌ઈ, કેવી ને કેટલી ઈચ્છા છે ,તે જાણી‌
તેનું નિરાકરણ કરો ,તે માટે ના સકારાત્મક વિચારો ને અમલ કરો, ઈચ્છા વગર નો શું માણસ હોય છે ? ના ,નહિ જ
તો શું ઈચ્છા છોડી દેવાની ?? ના નહિં જ,
તો શું કરવું ? ઈચ્છા નું સ્વરૂપ જ બદલી નાંખવું , ભાવ બદલવો. અનાસક્તિ ભાવ થી કર્તવ્ય કરવામાં માં આવે તો
મન  સહજ માં વશ થઈ જાય.
આપણે કોઈ મોટા યોગી કે જ્ઞાની નથી થવાનું , આપણે તો
ઈચ્છા નું નિયંત્રણ કરવા નું છે, બસ‌, જેને જેટલી સમજ પડી
તેટલામાં માં સંતુષ્ટ થવું.

અને છેલ્લે,,,,,
જેણે મન જીત્યું, તેણે જગ જીત્યું
જેની પ્રાણશક્તિ કાબૂમાં , તે ણે મન જીત્યું
જેના વિચારો કાબૂમાં તેણે જગત જીત્યું
જે રાગ વિરાગ પાર વિતરાગ માં, તેણે બધું જીત્યું

મન જ મુક્તિ ને બંધન નું કારણ છે
મન એ કલ્પવૃક્ષ છે, પરમ મિત્ર છે
તમે તમારા મન ની સાથે તદરૂપ બનો


****

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111284110
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now