હા યાદ આવી જાય છે .....
જયારે આ ચાંદ અને સુરજ ને સાથે હું નિહાળું છું
એ ઈશ્વર તારી કલ્પના મને અદ્ભૂત જણાય આવે છે
હા ત્યારે મને ઈશ્વર તારી યાદ આવી જાય છે .....
આ વૃક્ષો નું એ મધુર સંગીત સાંભળી
તેમાં વળી પક્ષીઓ નો કલકલાહટ નો સૂર સાંભળતા
હા ત્યારે મને ઈશ્વર તારી યાદ આવી જાય છે .....
બાળક ના જન્મ ની વાત સાંભળતા
ને ક્યારેક કોઈક ના મૃત્યુ ની સાંભળતા
તારી જન્મ મરણ ની માયા જાળ ઘણી અજીબ જણાય આવે છે
હા ત્યારે મને ઈશ્વર તારી યાદ આવી જાય છે .....
ક્યારેક જિંદગી ની પરીક્ષાઓ અઘરી હોવાનો અહેસાસ
ને સુખ દુઃખ ના એ ચક્રો જોતા
હા ત્યારે મને ઈશ્વર તારી યાદ આવી જાય છે ......
જયારે પથ્થર માં પૂજાતા જોવું છું તમને
અને ગરીબો નો ધુત્કાર થતો દેખાય જાય છે
હા ત્યારે મને ઈશ્વર તારી યાદ આવી જાય છે .....
-પર્લ મહેતા