હે....કૃષ્ણ
મેઘ મલ્હાર છેડ્યો નથી ને
નભમાં આવો ગડગડાટ કેમ
મોર મહાતુરો બોલ્યો નથી
આ વાદળ સડસડાટ દોડે કેમ
મોસમ છે ધુંધ ને ઝાકળની
આવો અષાઢી માહોલ કેમ
ઋતુઓ ફરી છે અવની પર
નહિતર શીયાળો વરસે કેમ
કહી દોને, કૃષ્ણ મેહુલા ને
બીન ચોમાસે પાણી ઢોળે કેમ
#આફત #અણધારી
#ખેડૂત #અરજ