Gujarati Quote in Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબદ કોઈ ભીતર વણી લો ગઝલમાં,
પછી નામ સાચું રટી લો ગઝલમાં.

કહીં ના શકો લાગણી જો સનમને,
છૂપું નામ એનું લખી લો ગઝલમાં.

ખરી મોજ હા આવશે સાંજ ટાણે,
નવો એક રસ આજ પી લો ગઝલમાં.

જગત માનશે ડોળ પ્યારા દરદ ને,
નયનથી છુપાવી રડી લો ગઝલમાં.

નથી જોડવા હાથ દેખાવ પૂરતા,
ઈબાદત બધી સાંભળી લો ગઝલમાં.

ન શણગાર કોઈ, ન દેખાવ ખોટા,
નવા સાજ આજે સજી લો ગઝલમાં.

હતી રાહ 'આભાસ'ને એમની પણ,
ન આવ્યા હવે તો મળી લો ગઝલમાં.

-આભાસ

Gujarati Poem by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111282842
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now