સંધ્યા ઢળે ને આપણે મળતા રહીશું દોસ્ત,
પીળું થતાં પાંદડું ખરતા રહીશું.
મળશે કદી કો' યાદ મીઠી સુની મંઝિલે
અશ્રુ બની આંખો થકી ઢળતા રહીશું.
મેળાવડો તો એ હશે બે ચાર દિનનો બસ,
ને તે પછી સ્મરણ ખરલ ઘસતા રહીશું.
હા, એ બને અંતર સંબંધોમાં વધી પણ જાયે,
તો એકબીજાને જરા ખણતા રહીશું.
એ હૂંફનો દીવો વફા, શાયદ નહીં સળગે બને,
તો ય નવા કૈં આગિયા, જણતા રહીશું દોસ્ત.