ફરી તને મળવું છે ....
જળ વિન તડપે માછલી તેમ તડપું
છું
તને મળવાની તલપ છે
પણ મળાતું નથી !
મારી આંખોની સામે હોય છે
પણ નજીક જતા જાણે મૃગજળ !
તને નહિ મળતું તો હું કરમાઈ જઈશ
મારી ઇચ્છા અધૂરી રહેશે ,
રોજ એ જગ્યાએ જઈ પાછો
વળુ છું જ્યાં આપણે પ્રથમ મળ્યા હતા ....
સાચુ કહું તો ડગલાં પાછા ભરવા
ગમતાં જ નથી એવું થાય કે
ત્યાં જ તારું મંદિર કરી પૂજા કરું ...
જો શબરીને એના પ્રભુ મળી ગયા તો
મને તું મળીશ ને !
જિંદગી તું જ વિન રંગ વિહિન થઈ ગઈ છે
આંખો માં ઊણપ છે આંસુઓ ની કમી છે
જિંદગી ની દરેક વય તારા વિરહમાં જાય છે
આ બધુ તું જાણે છે ને , હા તો તું એકવાર
વિશ્વાસ બની આવીશ ને
મને પ્રેમથી વાત કરીશ ને
આ બધું એકાએક સ્વપ્નમાં છેલ્લે પહોરે થયું !
ત્યારે
ભૂતકાળની યાદ નું એક આંસુ ટપ ટપ બોલ્યું
"ફરી તને મળવું છે " !!