હોઠ રાતા ગુલાબ છે બોલો!!
તોય ચ્હેરે નકાબ છે બોલો!!
હાલ જોઈ રડી પડ્યાં મારો,
કોની તબિયત ખરાબ છે બોલો!
મોં ઉપર 'ના' કહી દીધું એને,
સાવ સીધો જવાબ છે બોલો!
એક સેલ્ફી શું સારી આવી ગૈ,
રાણી જેવો રુઆબ છે બોલો!
વાસના, ભૂખ, કામના, ઈચ્છા,
કોણ એમાં ખરાબ છે બોલો!
આપ ચ્હેરાને રોજ ઢાંકો છો,
ચાંદ પર ક્યાં નકાબ છે બોલો!
જન્મથી અંધ છે છતાં 'સાગર',
આંખમાં એની ખ્વાબ છે બોલો!
રાકેશ સગર,સાગર,વડોદરા