મળી લીધા દરેક સગાને
પણ ખુદ ને મળવાનું
હા , હજી બાકી છે .....
લોકો ના જીવન માં તો ઘણું ઝાંક્યુ
પણ ખુદ ના જીવન માં ઝાંકવાનું
હા , હજી બાકી છે.....
સંબંધીઓ ના હાલ ચાલ તો પૂછી લીધા પ્રેમ થી
પણ ખુદ ને ખુશ કરવાની
હા, હજી બાકી છે.....
પ્રેમી ને સામે આપી દીધો ઘણો પ્રેમ
પણ ખુદ ની આત્મા ને પ્રેમ કરવો
હા, હજી બાકી છે ....
વિચાર અને ચિંતા ખુબ કરી લીધી લોકો ની
પણ ખુદ ની પડી નથી કરવાની
હા, હજી બાકી છે....
શોધી લીધા લોકો ને ફેસબુક ઇન્સ્ટા પર
પણ ખુદ ના મન ને શોધવાનું
હા,હજી બાકી છે.....
જાણી લીધું સૌ ના વિશે બધું
પણ ખુદ ને સમજવાના
હા,હજી બાકી છે......
ઈશ્વરમાં શ્રદ્ધા વિશ્વાસ તો રાખીએ છે ઘણો
પણ ખુદ માં રાખવાનો
હા,હજી બાકી છે....
જીવન ચાલી તો રહ્યું છે
પણ એને જીવતા શીખવાનું
હા,હાજી બાકી છે ...
-પર્લ મહેતા