શા માટે જોવું રાહ તારી
નથી કારણ જોવા રાહ તારી
નથી મારો પ્રેમ તું , માટે ન જોવું રાહ તારી
નથી મારી ચાહત તું, માટે ન જોવું રાહ તારી
છે અમાનત બીજાની તું, માટે ન જોવું રાહ તારી
છે બીજું કોઈ પ્રેમ તારો, માટે ન જોવું રાહ તારી
નથી બન્યા આપણે એકબીજાના, માટે ન જોવું રાહ તારી
નથી કરવી તને મજબૂર, માટે ન જોવું રાહ તારી
જોવી છે ખુશ તને, માટે ન જોવું રાહ તારી
ન જોઇએ આંસુ તારી આંખોમાં, માટે ન જોવું રાહ તારી
કરું કુરબાન પ્રેમ મારો, માટે ન જોવું રાહ તારી
ન થાય દુઃખી તું, માટે ન જોવું રાહ તારી
દૂર છતાં પાસે તું, માટે ન જોવું રાહ તારી
ચુકી ગઈ આખરી મોકો તું, માટે ન જોવું રાહ તારી
જીવી ન શકું વિના તારા, માટે ન જોવું રાહ તારી
આપ મને કારણ એક, માટે સદાય જોવું રાહ તારી