ભીખ માંગે તે ભિખારી...
આતો આપણે સૈ કોઇ જાણીએ છીએ પણ તે ભીખ કેમ માંગેછે! કારણ કે તે ખુબ ગરીબ છે..શરીરે અપંગ છે..કામ કરવા માટે તેનું શરીર કામ કરતું નથી..એટલે તે ભીખ માંગવા લાચાર બની જાયછે માટે તેને પોતાનુ જીવન જીવવા માટે અથવા તેના પરિવારનું ભરણપોષણ કરવા માટે તેને ના છુટકે ભીખ માંગવાનો સહારો લેવો પડે છે...આ વાત તો કોઇપણ વ્યકતિ આસાનીથી સમજી શકેછે અરે કદાચ નાનું બાળક હોય તે પણ તેના નાના મગજને સહારે પણ સમજી શકેછે. પરંતુ કોઇ વ્યકતી શરીરે તંદુરસ્ત હોય શરીરે સખ્ત બોડી બિલ્ડર હોય ને જવાન પણ હોય ને તે જયારે ભીખ માંગવા માટે અપંગનું નાટક લોકો સામે કરે તો લોકો શું કરશે! કદાચ તે અપંગ છે તે સમજી જોઇને દરેક જણ પાંચ દશ રુપીયા જરુર આપશે ને જયારે તેની પાસે દિવસભર પાંણસો હજાર રુપીયા હાથ ઉપર થઈ જશે એટલે તે તેનું નાટક સમેટીને એક સામાન્ય માણસની જેમ રોડ રસ્તા ઉપર ચાલ્યો જશે..આને તમે શું કહેશો!
આવો જ એક કિસ્સો દિલ્હીના એક સામાન્ય ગલીમાં બનવા પામ્યો છે ને તે વિડીયો જાતે જોયોછે એટલે
મને આ વિશે બે શબ્દો લખવાનું મન થયું કે દુનિયામાં કેવા લોકો રહેછે ને કેવી રીતે પોતાની જીંદગી જીવેછે!
એક પુરુષ ભિખારી તેના પરિવાર સાથે પોતે પગે અપંગ છે તે પ્રકારે નાટક કરીને ગલીના દરેક ઘેર બુમ પાડીને ભિખ આપવાનું કહેછે..તેના પરિવારમાં એટલે તેની સાથે તેની પત્ની હોયછે સાથે તેની કમરમાં તેમનું એક નાનુ બાળક પણ હોયછે ને બાકીના બે બાળકો તેમની પાછળ સાથે સાથે ચાલતા હોય છે .
એક ગલીમાંથી બીજી ગલી ને બીજી ગલીમાંથી ત્રીજી ગલી..આમ ચાર પાંચ ગલીઓ ફરીને તેમનો બે કે ચાર કલાકનો સમય પુરો કરી દે છે.
ત્યારબાદ બપોર બાર એક વાગ્યાના સમયે એક સુમસામ ગલીના એક પગથીયાવાળા બંધ મકાનના ઓટલે જઇને તે બેસે છે ત્યારબાદ આજુબાજુ કે ઉપર નીચે નજરો નાખીને તે અપંગ માણસ પગે બાંધેલ કાપડનો ટુકડો પોતાના હાથે છોડી નાખે છે ને જયારે લોકોની અવરજવર બિલકુલ બંધ થતી લાગે છે ત્યારે તે એક સામાન્ય માણસની જેમ ઉભો થઇને પોતાના પરિવાર સાથે ઉતાવળા પગે ચાલતો જાયછે.
આ વાત થઈ એક તંદુરસ્ત માણસની જે દુનિયાના લોકોને બેવકૂફ બનાવીને પૈસા કમાવવાનો એક જુઠો કિમીયો! શરીરે તંદુરસ્ત હોવા છતાંય પોતાનુ સરખુ પેટ ભરી નથી શકતો તો શું કામ આટલા બધા બાળકોને જન્મ આપ્યો હશે!
ભીખ તે જ લોકોને માંગવાનો અધિકાર હોયછે કે જેઓ પુરી રીતે શરીરે અપંગ હોય અથવા તો કોઇની ઉમર વધી જવાથી કામ કરવા અશક્તિમાન હોય તેઓ જરુર ભીખ માંગી શકેછે..પણ એક શરીરે તંદુરસ્ત ને લાંબા પરિવાર વાળા માણસને ભીખ માંગવાનો કોઇ અધિકાર હોતો નથી...ને છતાંય ભીખ માંગે તો તે માણસના નામે એક કલંક જ કહેવાય...
નીચે આપેલ ફોટો એક કાલ્પનિક ફોટો છે.