Gujarati Quote in Thought by Brijesh Shanischara

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ના જન્મ તારી મરજીથી,*
*ના મરણ છે તારા હાથમાં...*

*થોડી ઘણી તકદીરની રેખા,*
*આપી દીધી તારા હાથમાં !*

*પાત્ર તારું નક્કી પહેલેથી ,*
*કેમ ભજવવું ? તારા હાથમાં..*

*પળમાં પડદો પડી જશે, ત્યાં,*
*દાદ મેળવવી તારા હાથમાં !*

*ભરી ભરીને કેટલું ક ભરીશ,*
*સાવ નાનકડા તારા હાથમાં..*

*જગ જીત્યા પછી ય શું રહ્યું,*
*બોલ શુ રહશે, તારા હાથમાં ?*

Gujarati Thought by Brijesh Shanischara : 111280719
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now