આજ કાલ સંબંધો વસ્તુ જેવા થઈ ગયા છે.
જેમ કોઈ વસ્તુ નવી આવે અને બધાં તેનું ધ્યાન રાખે.તેને સરખી રીતે સાચવે એમ સંબંધો નું પણ એવું છે.શરૂઆતમા સંબંધો ને બહુ માન આપે તેને જીવની જેમ સાચવે.
પછી જ્યારે વસ્તુ જૂની થઈ જાય અને તેને બહુ મહત્વ ના આપે એમ સંબંધો પણ જૂના થઈ જાય એટલે તેને ઓછું મહત્વ આપે.સંબંધ પ્રત્યે પ્રેમ ઘટી જાય.
સંબંધો જૂના થાય એમ તે વધુ મજબૂત થવા જોઈએ.તેના બદલે લોકો નવા સંબંધો બાંધી જૂના સંબંધો તોડી નાખે છે.
વસ્તુ અને સંબંધો માં બહુ ફરક છે દોસ્તો. વસ્તુ માં જીવ નથી હોતો.જયારે સંબંધો માં માણસ નો લાગણીરૂપી જીવ હોય છે.તો ક્યારેય કોઈની લાગણી સાથે રમત ના રમવી જોઈએ.જો સંબંધો નિભાવવાની હિંમત હોય તો જ કોઈ સાથે સંબંધ બનાવવો જોઈએ.સંબંધ બનાવવા સહેલા છે પણ નિભાવવા અઘરા છે.
રાધે ક્રિષ્ના