આજે સવારે
છાપુ ન આવ્યું
ત્યાં કૂમળા સૂર્ય કિરણો એ પગ પખાળ્યા
સામેના વૃક્ષ પરથી ટહુકો
મીઠાશ વેરી કર્ણને પ્રિય કરી ગયો.
દોડમ દોડ કરતુ
ખિસકોલી યુગલ,
પાળી પર વેરેલ ચોખાના દાણા
ચણતી ચકલીઓ,
પ્રસન્નતા વેરી ગઇ
સરગવાની લટકતી
સળી પર બ્રેકફાસ્ટ કરતા
પોપટને નીરખી તૃપ્ત થયો
આજે ભલે છાપુ ન આવ્યું
મારામાં કશુંક પાછું તો આવ્યું...